નવી દિલ્હી: કૃષિ કાયદા (Agriculture Law)વિરુદ્ધ દેખાવો કરી રહેલા ખેડૂતો (Farmers)  અને સરકાર વચ્ચે શનિવારે વિજ્ઞાન ભવનમાં પાંચમા રાઉન્ડની વાતચીત થઈ જેનું કોઈ પરિણામ આવ્યું નહી અને ખેડૂતોનું પ્રદર્શન (Farmers Protest) આજે સતત 11માં દિવસે પણ ચાલુ છે. પાંચમા રાઉન્ડની વાતચીતમાં પણ ખેડૂતો ત્રણેય નવા ખેડૂત કાયદા પાછા ખેંચવાની માગણી પર મક્કમ છે અને હવે બંને પક્ષો વચ્ચે આગામી રાઉન્ડની વાતચીત 9 ડિસેમ્બરે થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona Vaccine: કોરોના રસી પર ખુશખબર, Pfizer એ ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે માંગી મંજૂરી


દિલ્હીમાં આજે પણ ટ્રાફિકવાળું 'ટેન્શન'
ખેડૂતોના પ્રદર્શનના કારણે દિલ્હીના હરિયાણા અને ઉત્તર પ્રદેશ સરહદે જોડાયેલા અનેક વિસ્તારોમાં આજે પણ લોકોએ ટ્રાફિક જામની સમસ્યા સામે ઝઝૂમવું પડી શકે છે. કારણ કે દિલ્હીની સરહદો આજે પણ બંધ રહેશે. સિંઘુ બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો હજુ પણ ડટેલા છે, જ્યારે યુપી ગેટ ઉપર પણ ખેડૂતોના ધરણા ચાલુ છે. પ્રદર્શનને જોતા પોલીસ અલર્ટ મોડ પર છે અને ટ્રાફિક પોલીસે લોકોને વૈકલ્પિક રસ્તો પસંદ કરવાની સૂચના આપી છે. 


કૃષિમંત્રીએ કહ્યું MSP પર શક પાયાવિહોણો
ખેડૂતો સાથે થયેલી બેઠકમાં કોઈ પરિણામ ન આવ્યા બાદ કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે MSP પર ફરીથી એકવાર સ્પષ્ટ કરી દીધુ કે MSP પર શક પાયાવિહોણો છે. આ સાથે જ તેમણે કહ્યું કે 9 તારીખની બેઠકમાં એકવાર ફરીથી રસ્તો કાઢવાની કોશિશ કરાશે. 


Farmers Protest: સરકારની ખેડૂતોને અપીલ, વડીલો અને મહિલાઓને ઘરે પરત મોકલી દો


પહેલા બિલ વાપસી, પછી અન્ય મુદ્દાઓ પર વાતચીત
ખેડૂતોનું કહેવું હતું કે સરકાર  બિલ વાપસીના પક્ષમાં નથી અને તેઓ દિલ્હીથી જવાના પક્ષમાં નથી. આ સાથે જ ખેડૂતોનું કહેવું છે કે તેમની પહેલી માંગણી જ એ છે કે બિલ વાપસી થાય. ત્યારબાદ તેઓ બાકીના મુદ્દાઓ પર સરકાર સાથે વાતચીત કરશે. ખેડૂતો સાથે થનારી આ બેઠક પહેલા શનિવારે સવારે પીએમ નરેન્દ્ર મોદીએ પણ ચાર મોટા મંત્રીઓ સાથે બેઠક કરી હતી. પ્રધાનમંત્રી નિવાસસ્થાને લગભગ 2 કલાક ચાલેલી આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ સામેલ હતા. 


Covaxin લીધા પછી પણ કેમ સંક્રમિત થયા Anil Vij? સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કારણ


પટણામાં મહાગઠબંધનનું વિરોધ પ્રદર્શન
દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને દેશના અલગ અલગ ખેડૂત સંગઠનો પોતાનું સમર્થન આપી રહ્યા છે. આ બધા વચ્ચે હવે આંદોલનમાં રાજકીય પક્ષો પણ કૂદવા માંડ્યા છે. કૃષિ કાયદા વિરુદ્ધ પટણાના ગાંધી મેદાનમાં શનિવારે મહાગઠબંધને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રશાસને કોરોનાના કારણે પ્રદર્શનની મંજૂરી ન આપી તો RJD નેતાઓએ મેદાના ગેટ બહાર જ ધરણા શરૂ કરી દીધા હતા. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube